Subscribe via Email:

 જ્ઞાન સાથે ગમ્મત

 Written by on 10 July 2012


Gnan Sathe Gammat

The season comes, the people get admissions and the talents get lost!


આખરે સીઝન આવી પોંહચી...

ના. વરસાદની. નહીં. (હવે તો હવામાન ખાતું પણ આગાહી કરતાં પહેલાં સો વાર વિચાર કરતું હસે કે આ વાદળ વરસાદી જ છે ને? Wink) આમેય ગ્લોબલ વોર્મિંગ ના પ્રતાપે, હવે કોઈ ફિક્સ્ડ સીઝન જેવું કશું રહ્યું નથી. હોલિકા દહન સાથે પહેલા વિદાય લેતી ઠંડી હવે એપ્રિલ મહિના સુધી ઘર જમાઈ થઈ ને માથે પડી રહે છે...

હું અહિયાં વાત કરું છું એડમિશન ની સીઝન ની...

હા. હવે મે મહિના થી ચાલુ થતી અને ઓગષ્ટ સુધી ધામા નાખતી આ યુવાનિયાઓની ઋતુ ને કોઈ ગ્લોબલ વોર્મિંગ ની અસર થતી નથી. બોર્ડનું રિઝલ્ટ, પ્રવેશ પરીક્ષાઓ અને પછી મેરીટ યાદીઓ માં નામ જોવા માટે થતો ધસારો... વિઝન 2020 ના શમણાં જેમના માટે જોવાઈ રહ્યા છે, એ ભાવિ પેઢીનું વિઝન અત્યારે પોતાની કારકિર્દી કયા માર્ગે લઈ જવી એ જોવા માં વ્યસ્ત છે.

દસમા ધોરણ બાદ જ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એવા ત્રણ સ્પષ્ટ વિભાજન કરી દેતી આપની એડ્યુકેશન સિસ્ટમ, શું ખરેખર એ રીતે કારકિર્દી પસંદગી ને સરળ બનાવે છે ખરી? અને શું ખરેખર આવા ત્રણ અલગ  અલગ ભાગ પાડવાનીયે જરૂર છે ખરી? સાયન્સ માં ફિજિક્સ વિષય સાથે ભેજામારી કરતો છોકરો જો અન્ય વિષય તરીકે હિસ્ટરી કે જ્યોગ્રાફી ભણે એમાં સુ કઇં ખોટું છે? કમ્પ્યુટર એન્જીનિયરીંગ માં અભ્યાસ કરતી કોઈ છોકરી ને પોતાની ડાન્સ ની કળા નિખારવા માટે અન્ય વિષય તરીકે “ડાન્સ” ને પસંદ કરી શકે એ શું અયોગ્ય છે?

આપની શિક્ષણ પ્રણાલી મૂળભૂત વિષયોની સાથે સંગીત, નૃત્ય, લેખન કે અભિનય જેવી એક્ટિવિટી માં પદ્ધતિસરની તાલીમ લેવાની તક નથી આપતી. એની જગ્યાએ કેટલાક સાવ બિન જરૂરી સબ્જેક્ટ નો સમાવેશ માત્ર સેમેસ્ટર લંબાવવા કરવા માટે થાય છે એ સ્વ-અનુભવ છે. અસાઇનમેંટ, પ્રોજેક્ટ્સ, એક્ઝામ્સ વચ્ચે વર્ષે એકાદ યૂથ ફેસ્ટિવલ માં ભાગ લેવા માટે પણ હવે તો લો અટેંડન્સની ચિંતા કરતા સ્ટુડન્ટ્સને ક્યાંક તો મોકો આપવાની જરૂર છે ખરી, એવું નથી લાગતું?

વિજ્ઞાનપ્રવાહ ની વાત કરીએ તો PCM કે PCB ની સાથે ઓપ્શન વગર નક્કી કરી દેવાયેલા કમ્પ્યુટર કે ઇંગ્લિશ જેવા વિષયો તેમનો મૂળભૂત હેતુ સર કરે છે?

“How to write an application for the job?” એ છેક નવમા ધોરણ થી શીખવવાનું નું ચાલુ થાય છે અને એન્જીનિયરીંગ ના છેલ્લા સેમેસ્ટર સુધી એ જ વસ્તુ નો ફરજિયાત વિષય તરીકે સમાવેશ થયેલો હોય, એ વસ્તુ આપણી શિક્ષણ પ્રણાલી ની કાર્યક્ષમતા પર સવાલ ઊભો કરે છે. મૂળભૂત વિષયો નું મહત્વ અવગણી ન શકાય, પરંતુ ઠોકી બેસાડવામાં આવતા અન્ય વિષયો પણ જો માત્ર ભણાવવા ખાતર મૂકવામાં આવતા હોય તો અવગણવા માં આવેલા રુચિ વિષયક સબજેક્ટ્સ ને ઓફર કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. મોટાભાગે ઇંગ્લિશ, કમ્પ્યુટર કે સંસ્કૃત જેવા વિષયો સ્કૂલ માં જાતે જ તૈયાર કરવાના હોય છે અને એ પણ કોલેજ ના અડમિશન વખતે મેરીટ માં કોઈ ભાગ ભજવતા નથી. એટ્લે જો એની જગ્યા એ વિદ્યાર્થીના કૌશલ્ય વિકાસ ને ધ્યાન માં રાખી ને અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે તો સર્વાંગી શિક્ષણ નો હેતુ સર થઈ શકે.

આભાર.

 

Recommended "Tech" Blogs!

Recommended "Sports" Blogs!

Recommended Websites!

ADIT College Websitee>
iMindse>

Websites mentioned above are works of colleagues/friends of people working at [OC] offclassroom.