
Though late in time but always fresh to feel
Very busy days are passing...
In this month apart from today, one more day was different from other days. (not for all people, but for most
)
Yes, it was the “Valentine's Day” ![]()
I wanted to write something on the occasion but couldn’t find enough time (Busy days I said!) 
To pay tribute to the day, in the free period, I thought to write a “Valentine Poem” and started typing in my mobile.
And yes, now I am going to post it here;
Presenting the “Valentine Poem”;
.
“આવ, આજે એક સંબંધ કાયમ કરી લઈએ ,
હૃદયોના ધબકારોને એકમેક માં સમાવી દઈએ .
.
પ્રેમમાં વધતી ખાઈઓ તો ઘણી જોઈ ,
હવે “આઇ” અને “યૂ” વચ્ચેની ખાઈ અમર “લવ” થી ભરી દઈએ .
.
ઠંડું છે ગુલાબ, ગુલાબી ઠંડી, ખીલેલી વસંત છે ,
આ વાસંતી વેલેન્ટાઈનમાં ચાલ, ચોકલેટી લાગણીઓ થી ભીંજાઇ જઈએ .
.
સફર છે લાંબી , પણ છે વિશ્વાસ કે થાક નહિ લાગે ,
ચાલ, સાથે ચાલતાં ચાલતાં માઈલો ના માઈલો વટાવી દઈએ .
.
ટીપે ટીપે ભરાઈ જતાં હોય છે જેમ સરોવરો ,
તેમ, પ્રેમભરી નાની મોટી ઘટનાઓથી પ્રેમસમુદ્ર છલકાવી દઈએ .
.
ભાસે છે “અનંત” પ્રેમ તેના પરિમાણમાં ,
આવ, ત્યાં લગી પહોંચવા આપણા પ્રેમને પણ વિસ્તારી દઈએ .
.
આવ, આજે એક સંબંધ કાયમ કરી લઈએ.”
.
- પાર્થ ઠક્કર “અનંત”





